"રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા"

રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની મહત્વપૂર્ણ કાર્યવાહી સુરત શહેરમાં સામે આવી છે. શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ વચ્ચે રાંદેર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા પાંચ કિંમતી મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી બાઈક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ શહેરમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

પાંચ મોબાઈલ અને બાઈક સહિત મુદ્દામાલ જપ્ત

સુરતની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ ગેંગના બે આરોપીઓને ઝડપી ઝડપી પાડ્યા છે , પાંચ મોબાઈલ, બાઈક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
રાંદેર પોલીસે મુસ્તફા ઉર્ફે ટીલીલી સૈયદ અને અયાન ઉર્ફે ધાચી ઘાંચીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના પાંચ કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક બાઈક પણ કબજે કરવામાં આવી હતી.

પોલીસે મોબાઈલ ફોન, બાઈક અને અન્ય વસ્તુઓ સહિત કુલ ₹1 લાખ 35 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

બે પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલાયો

રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉતરાણ અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ અંગે મહત્વની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે બંને વિસ્તારોમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

રાંદેર પોલીસ હવે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, અન્ય ગુનાઓમાં સંડોવણી તેમજ ચોરી કરેલા મોબાઈલ ક્યાં વેચવામાં આવતા હતા તેની પણ તપાસ કરી રહી છે. પોલીસે કબજે કરાયેલા મોબાઈલ ફોનના મૂળ માલિકોને શોધવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

શહેરમાં મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ સામે મહત્વની સફળતા મળી હોવાનું પોલીસનું કહેવું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.