શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે. સુરતના સચિન વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે. ઝડપાયેલી મહિલાઓમાં સીતા નરેશ દલાઈ, સુકંતી રામા નાહક અને આરતી ક્રુપાસિંધુ બરાડનો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી અંદાજે 21 લાખ રૂપિયાની કિંમતનો 42.02 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત અન્ય સામાન સહિત કુલ 21 લાખ 21 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.સચિન પોલીસે ત્રણેય મહિલાઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.
સચિન પોલીસની મોટી કાર્યવાહી.