સુરતના સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. માનદરવાજા વિસ્તારમાં આવેલી એક મેડિકલ દુકાનમાં નજીવી બાબતે કેટલાક શખ્સોએ ઘુસી જઈ મેડિકલ ધારક સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સલાબતપુરાના માનદરવાજા વિસ્તારમાં આવેલી એક મેડિકલ દુકાનમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ અને મારામારી કરતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ નજીવી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ મેડિકલ ધારકને ગાળો આપી માર માર્યો હતો. હુમલાખોરોની આ હરકત દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વીડિયો સામે આવતા સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓએ વિસ્તારમાં વધતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
સલાબતપુરામાં મેડિકલ ધારક પર હુમલો, CCTV આવ્યો સામે..