અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, દસ્તાવેજોની તપાસ તેમજ અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી યોજનાઓનો લાભ લીધો હતો.અરવલ્લી જિલ્લાના સાઠંબા જિલ્લા પંચાયત બેઠક વિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા સાઠંબા હાઇસ્કૂલ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમો શ્રી યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પીબીજી રામજી યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. લોકોને સરળતાથી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અલગ-અલગ વિભાગોના સ્ટોલ અને ટેબલો ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, માર્ગદર્શન તેમજ અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.