સેલર ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ...
સુરતમાં સેલર ક્લબ દ્વારા હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં સુરતના વિવિધ વિસ્તારોની ટીમોએ ભાગ લઈ ક્રિકેટનો રોમાંચ સર્જ્યો હતો.સુરત ખાતે સેલર ક્લબ દ્વારા હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના અલગ અલગ વિસ્તારની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આશિષ સેલર અને ધવલ સેલર દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.સેલર ક્લબ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાઇટલ સ્પોન્સર તરીકે દીપક ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા.ફાઇનલ મેચ દરમિયાન ડુમસના સમાજસેવી દીપક ઇજારદાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.ફાઇનલ મુકાબલા દરમિયાન ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો હતો.અંતે વિજેતા ટીમને દીપક ઇજારદારના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.સમગ્ર ટુર્નામેન્ટ ખેલદિલી અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી.<br /> <br />