સુરત શહેરના ડીંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી. ન્યુ ડિંડોલી તરફ જવાના રોડ પર 100 મીટર આખો રોડ બેસી ગયા છે. પાલિકા ના પ્રિમોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. હજુ તો થોડા દિવસે પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો હતો. વહેલી સવારે એક ડમ્પર એ જ રોડ સાથે જમીનમાં ધસી પડ્યું હતું. હાલ જેસીબી દ્વારા ધમ પર માંથી સામાન કાઢી તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ ઊભા થાય છે કે હજુ થોડા દિવસો પહેલા જ બનેલો આ રોડ વરસાદ પહેલા જ ધસી પડ્યો હતો.