અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભડકોદ્રા ગામ નજીક રોશની એસ્ટેટ પાસેથી પોલીસે એલ્યુમિનિયમના પાઇપના ટુકડાનો રૂ. 39 હજારનો જથ્થો જપ્ત કર્યો છે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભડકોદ્રા ગામની રોશની એસ્ટેટ પાસે સતગુરુ ટ્રેડર્સની બહાર એક ઈસમ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નોબલ માર્કેટમાં રહેતા હાસીમ માજીદ શાહ પાસેથી ત્રણ બોરી મળી આવી હતી. બોરીઓની તપાસ કરતાં તેમાં એલ્યુમિનિયમ પાઇપના ટુકડા મળી આવ્યા હતા.પોલીસે ભંગાર અંગેના બિલ અને દસ્તાવેજો માંગતા હાસીમ માજીદ શાહ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો તેમજ માલની માલિકી અંગેના પુરાવા પણ રજૂ કરી શક્યો ન હતો.જેના આધારે પોલીસે રૂ. 39 હજારની કિંમતનો એલ્યુમિનિયમના પાઇપના ટુકડાનો જથ્થો જપ્ત કરી તેની અટકાયત કરી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શંકાસ્પદ ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો..