શેરબજારમાં તેજીનો માહોલ,...
ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 300થી વધુ અંકનો ઉછાળો નોંધાતા તે 77 હજાર 100ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 100 અંકનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીનું જોર જોવા મળી રહ્યું છે.