આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગાવડકા મુકામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી.ચોમાસા દરમિયાન પૂર, ડૂબવા અથવા અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં તંત્ર કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામગીરી કરી શકે તેની ચકાસણી માટે આ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.મામલતદારની આગેવાની હેઠળ યોજાયેલી આ કવાયતમાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 ઇમર્જન્સી સેવા સહિતની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિના સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બને, બચાવ કામગીરી વધુ અસરકારક બને અને સ્થાનિક લોકોમાં ઇમર્જન્સી સેવાઓ અંગે જાગૃતિ ફેલાય તે હતો.આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.