અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક અનોખી ઘટના સામે આવી છે. શ્વાનનો પીછો કરતી સિંહણ વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં ખાબકતા શ્વાન સાથે બંને કૂવામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ એક સિંહણ શ્વાનનો પીછો કરી રહી હતી.દરમિયાન શ્વાન ભાગતા ભાગતા વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવા તરફ દોડી ગયો હતો.શ્વાનને પકડવાના પ્રયાસમાં સિંહણ પણ પાછળ દોડી હતી અને બંને અચાનક અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી ગયા હતા.સિંહણ અને શ્વાન કૂવામાં પડ્યાની જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.સ્થાનિક ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી માટે તૈયારી હાથ ધરી હતી.સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ઘટનાએ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું છે.
શ્વાનનો પીછો કરતી સિંહણ કૂવામાં ખાબકી...