તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આજે તારીખ 21 જૂન 2026ના રોજ સવારે અંદાજે સાડા સાત વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી, જે હાલ પણ સતત ચાલુ છે.સોનગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સોનગઢ માર્કેટ યાર્ડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસતા વરસાદના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ગરમીમાંથી રાહતનો અનુભવ કરી રહ્યા છે.