સુરતની સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરતા હવે ડેરીના સત્તાસંગ્રામને લઈને રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે.સુરતની સુમુલ ડેરીની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 10 જૂનથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. જ્યારે ઉમેદવારો 4 જુલાઈ સુધી પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.સુમુલ ડેરીના પ્રતિષ્ઠાના જંગ માટે 15 જુલાઈના રોજ મતદાન યોજાશે અને 17 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.મળતી માહિતી મુજબ સુમુલ ડેરીના કુલ 16 મતદાર વિભાગોમાં ચૂંટણી યોજાનાર છે.ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને વિવિધ જૂથો દ્વારા જીત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.હવે આગામી દિવસોમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર