"સુરત એરપોર્ટ પર સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો સ્થાપવાની તૈયારી."

સુરત એરપોર્ટ પેરિશેબલ કાર્ગો સુવિધા સ્થાપવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો એટલે કે CPC સ્થાપવા માટે GAICL અને SGCCI વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પ્રોજેક્ટ

અંતર્ગત સુરત એરપોર્ટને માત્ર મુસાફરો માટેના એરપોર્ટ સુધી સીમિત ન રાખીને એર-કાર્ગો અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત એરપોર્ટ પર આધુનિક કોલ્ડ ચેઇન અને સ્ટોરેજનું આયોજન

સુરત એરપોર્ટને એર-કાર્ગો અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાનું આયોજન   સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો સ્થાપવામાં આવ્યા બાદ સુરત એરપોર્ટ ખાતે આધુનિક કોલ્ડ ચેઇન અને સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

છે. આ સુવિધાથી દક્ષિણ ગુજરાતના કૃષિ અને પેરિશેબલ ઉત્પાદનોની સીધી વૈશ્વિક બજારોમાં નિકાસને વેગ મળવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતની વલસાડી કેરી, ચીકુ, શાકભાજી અને ઝીંગા જેવા ઉત્પાદનોને ગલ્ફ, યુરોપ, યુએસ અને જાપાન જેવા વૈશ્વિક બજારોમાં સીધી અને ઝડપી રીતે મોકલી શકાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલ આવા ઉત્પાદનોને નિકાસ માટે મુંબઈ અથવા અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જવાની જરૂર પડતી હોય છે. સુરત એરપોર્ટ પર જ પેરિશેબલ કાર્ગોની સુવિધા ઉપલબ્ધ થતાં આ જરૂરિયાત ઘટશે અને સુરતથી જ ગણતરીના

કલાકોમાં ઉત્પાદનોને આગળ મોકલી શકાશે.

ખેડૂતો અને નિકાસકારોને લાભ મળવાની શક્યતા

પેરિશેબલ ઉત્પાદનો માટે સમય અને યોગ્ય તાપમાન મહત્વપૂર્ણ હોવાથી આધુનિક કોલ્ડ ચેઇન તથા સ્ટોરેજની સુવિધાથી ઉત્પાદનોની તાજગી જાળવવામાં મદદ મળશે વૈશ્વિક નિકાસને મળશે વેગ . સાથે જ ખેડૂતો અને નિકાસકારોને તેમના ઉત્પાદનોના સારા

ભાવ મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સુરત એરપોર્ટને એર-કાર્ગો અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાથી દક્ષિણ ગુજરાતના કૃષિ અને પેરિશેબલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજારો સુધી પહોંચવાનો સીધો માર્ગ ઉપલબ્ધ કરવાનો હેતુ છે.

આ પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવા માટે સરકાર, GAICL, એરપોર્ટ ઓથોરિટી અને SGCCI વચ્ચે સંકલન સાધવા અંગે સહમતિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આમ, સુરત એરપોર્ટ ખાતે સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો સ્થાપવાની યોજના સાકાર થતાં કેરી, ચીકુ, શાકભાજી અને ઝીંગા જેવા દક્ષિણ ગુજરાતના ઉત્પાદનોની સીધી વૈશ્વિક નિકાસને વેગ મળવાની શક્યતા છે..