સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમા જ ગંદકીનું સામ્રાજ્ય.સુરતના વોર્ડ નંબર 13 માં આવેલ ડી.કે. એમ. હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ.અહીંથી પસાર થતાં રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોના આક્ષેપ .વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં : સ્થાનિકો કચરા ની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી જેના કારણે કચરો થાય છે એકત્ર :સ્થાનિકો. કચરા થી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બનવું પડે છે બીમારીનો ભોગ. સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોની  માંગ.સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મુકવાની સ્થાનિકોની માંગ.સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે તો અહી કેમ નહીં તેવા સ્થાનિકોના પ્રશ્નો.કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનુ નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ.