સુરત શહેરમાં આજે સવારથી જ ઘેરા વાદળોએ ડેરો જમાવ્યો હતો અને બાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ દરમિયાન 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. ગાજવીજના કડાકા-ભડાકા વચ્ચે દિવસ દરમિયાન જ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ સર્જાતા શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ શરૂ થતાં મુખ્ય માર્ગો પર વાહનચાલકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.ગાજવીજ, વરસાદ અને તેજ પવન સાથે સુરતમાં મેઘરાજાની એન્ટ્રીએ શહેરવાસીઓને ગરમી સામે મોટી રાહત અપાવી છે.
સુરતમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....