સુરતમાં મેયર સહિતના હોદ્દેદારોના જાહેરાત થવામાં કોકડું ગૂંચવાયું..
સંકલન બેઠકમાં 3 કલાક બાદ પણ મેયરના નામની જાહેરાત નહીં.પ્રદેશ સંગઠન સામે શહેર સંગઠન નેતાઓનું કઈ ઉપજતું ન હોય તે પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે.મેયરના નામની જાહેરાત માટે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ સહિતના હોદ્દેદારોને એસી ચેમ્બરમાં પરસેવો છૂટી ગયો.તમારે 10 વાગ્યે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી અને 115 કોર્પોરેટરો તેમજ ચાર પૂર્વ મેયર આ બેઠકમાં હાજર હતા.10:50 મિનિટે તમામ કોર્પોરેટરોને સામાન્ય સભામાં જવાનો શહેર પાસે અધ્યક્ષ આદેશ કર્યો.સંકલન બેઠક મળીયાના 3 કલાક બાદ પણ હજુ સુધી મેયરમેન્ટ હોદ્દેદારોના નામ જાહેર નહીં.સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયુ કે મેયરના નામની જાહેરાત ન થતા કમિશનરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી.સુરતી અને સૌરાષ્ટ્રીયન લોબી વચ્ચે લોબીંગના કારણે નામની જાહેરાતમાં વિલંબ.દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાવર સ્ટેશનમાં જ ડખા ચાલતા હોય તેવું લાગી રહ્યું છે