સુરત શહેરમાં રાત્રે બે વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ભારે પવનના કારણે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વરસાદ અને ઠંડા પવનના કારણે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ભારે બફારામાંથી રાહત મળી હતી.