સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 49 વર્ષીય મહિલાના પેટમાંથી 8.400 કિલોની વિશાળ ગાંઠ સફળ સર્જરીથી દૂર કરાઈ..
49 વર્ષીય મહિલા દર્દીના પેટમાંથી 28 X 15 X 28 સેન્ટીમીટર કદની તથા 8.400 કિલોગ્રામ વજનની વિશાળ ગાંઠ સફળ ઓપરેશનથી દૂર કરાઈ.ગાંઠ સમગ્ર પેટમાં ફેલાયેલી હતી,તેથી દર્દી છેલ્લા એક વર્ષથી ભારે પીડા અને અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા.મહિલાના શરીરમાં આટલી વિશાળ અને દુર્લભ ગાંઠની સર્જરી ભાગ્યે જ જોવા મળે છે.