રાજકોટ જિલ્લાના ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે મિશન અભિમન્યુ ટીમ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલી મિશન અભિમન્યુ ટીમની આ પહેલને લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો જોડાયા હતા. કુલ 170થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કેન્સર પીડિત દર્દીઓ માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં પોરબંદરની શ્રી રામ બ્લડ બેન્કનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન અભિમન્યુ ટીમના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.ટીમના આ સેવાકીય કાર્યની શહેરભરમાં સરાહના થઈ રહી છે અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરાય તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
થેલેસેમિયા અને કેન્સર દર્દીઓ માટે માનવસેવાની અનોખી