વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા તા. 8 જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જીએલઆરએસ શાળા, ઉકાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 275 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સના વૈજ્ઞાનિક ડૉ. સ્મિત લેન્ડે, ડૉ. રાજેશ વસાવા તેમજ વેરાવળથી ખાસ આમંત્રિત મહેમાન તરીકે ડૉ. ચાંદની દવે અને ડૉ. રવિ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. ચાંદની દવે દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ મહાસાગર દિવસ અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે મહાસાગરોના સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા માટે દરેક વ્યક્તિની જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે પ્રેરણા આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે વિશેષ નાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.