ઉમરપાડામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા પોસ્ટ્સ બાઈક ચાલકો વિરુદ્ધ સપાટો બોલાવ્યો .સાત હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક ડીટેઇન કરી, બે બાઈક ચાલકો સગીર વયના જણાતા વાહન માલિક વિરોધ ગુનો નોંધાયોઉંમરપાડા માં પોલીસે ટ્રાફિક નિયમો નો ભંગ કરી નિયમોના ધજાગરા ઉડાડતા હેવી સી.સી.સ્પોર્ટ્સ બાઈક ના ચાલકો વિરુદ્ધ સપાટો બોલાવી સાત જેટલી બાઈકો ડીટેઇન કરી છે તેમજ બે વાહન ચાલકો સગીર વયના જણાતા વાહન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે
છેલ્લા કેટલાક સમયથી ઉમરપાડામાં ખાસ હેવી સી.સી સ્પોર્ટ્સ બાઈક કેટલાક યુવાનો ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ હંકારતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી હાલમાં પોલીસ મહા નિરીક્ષક પ્રેમવીર સિંહ તેમજ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયા અને મદદની પોલીસ અધિક્ષક અક્ષેસ એન્જિનિયર દ્વારા જિલ્લામાં અકસ્માતના બનાવો અટકાવવા તેમજ ઓવર સ્પીડમાં નીકળતા હેવી સીસી સ્પોર્ટ્સ બાઈક ચાલકો સામે પગલાં લેવા સૂચના આપી હતી જે અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે ભરવાડ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઉમરપાડા વનરાજ હાઈસ્કૂલ નજીક વાહન ચેકિંગ અને ટ્રાફિક ને લગતી કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ની સાત જેટલી સ્પોર્ટ્સ બાઇક પોલીસે ડીટેન કરી હતી બે બાઈક ચાલકો સગીર વયના હોવાનું જાણતા તેઓને વાહન ચલાવવા આપનાર બંને વાહન માલિકો વિરુદ્ધ ઉંમરપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેથી હાલ ખાસ સ્પોર્ટ્સ બાઈક આડેધડ હંકારનારા ઓમા ફાફડાટ ફેલાયો છે ઉપરોક્ત કામગીરી હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ જેસીંગભાઇ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ શંકરભાઈ પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર મણીલાલ વગેરે દ્વારા કરવામાં આવી હતી
ઉમરપાડામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા પોસ્ટ્સ બાઈક ચાલકો વિરુદ્ધ