સુરતના વરાછા વિસ્તારમાં પોલીસને જુગાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે. કુબેરનગરના પોપડા ખાતેથી ગંજીપાના પત્તા વડે રમાતા જુગાર પર વરાછા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને એમ.જી. કરડાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા કુબેરનગરના પોપડા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસે ત્યાં ગંજીપાના પત્તા વડે રૂપિયા હારજીતનો જુગાર રમી રહેલા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આરોપીઓની અંગજડતી અને દાવ ઉપર મુકાયેલી રકમ મળી કુલ 18 હજાર 330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.વરાછા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
વરાછામાં જુગાર પર પોલીસનો દરોડો...