સુરતમાં વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.શિક્ષકોની માંગ છે કે વસ્તી ગણતરીની તાલીમ માટે કેન્દ્રો શાળા અને રહેઠાણની નજીક ફાળવવામાં આવે. હાલ ફાળવાયેલા તાલીમ કેન્દ્રો ઘણા શિક્ષકો માટે ખૂબ દૂર હોવાથી ભારે હાલાકી સર્જાઈ રહી છે.જૂન મહિનાથી વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવાની છે, પરંતુ અત્યારથી જ સિંગલ મધર અને સગર્ભા શિક્ષકો સહિત અનેક શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આક્ષેપ કર્યો છે કે રજૂઆત છતાં અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે. મહાસંઘે તાત્કાલિક ઝોન દીઠ તાલીમ કેન્દ્ર ફાળવવાની માંગ કરી છે.
વસ્તી ગણતરી શિક્ષકોનો વિરોધ,તાલીમ કેન્દ્ર નજીક ફાળવવાની માંગ...