સુરતના વેલંજા વિસ્તાર સ્થિત રંગોલી પોઇન્ટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના મીટરમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.સુરતના વેલંજા વિસ્તાર સ્થિત રંગોલી પોઇન્ટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે આગની ઘટના બની હતી.પ્રાથમિક માહિતી અનુસાર એપાર્ટમેન્ટના નીચે આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.રહેવાસીઓના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં અંદાજે એક કલાકનો સમય લાગ્યો હતો.જોકે ત્યારબાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું.આગની ઘટનાથી રહેવાસીઓમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.ફાયર વિભાગની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.