સુરતના વેસુ વિસ્તારમાં આવેલી નિશાન આર્કેડ કોમર્શિયલ બિલ્ડિંગમાં સફાઈ દરમિયાન એક યુવક ટોપ ફ્લોર પર ફસાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ આશિષ મહેતા નામનો યુવક બિલ્ડિંગના ઉપરના માળે સાફ-સફાઈ માટે ઉતર્યો હતો. જોકે કામગીરી દરમિયાન તે બહાર નીકળી શક્યો ન હતો અને ટોપ ફ્લોર પર જ ફસાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ટોપ ફ્લોર સુધી પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.બાદમાં બિલ્ડિંગના ટોપ ફ્લોરનો કાચ તોડી આશિષ મહેતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.સફળ રેસ્ક્યુ બાદ યુવકે રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.
વેસુમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં યુવક ફસાયો..