રાજકોટ ઉપલેટા નજીકના ડમીયાણી ગામે આવેલ વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે સંસ્થાના સ્થાપક અને પૂર્વ સાંસદ બળવંતભાઈ માણવરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમ શાળા પરિસરમાં બળવંતભાઈ માણવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન કૃષ્ણલીલા સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહાનુભાઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ગામોના સરપંચો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.