સુરત શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વરાછા પોલીસે મહત્વની સફળતા મેળવી છે. છેલ્લા દસ મહિનાથી મારામારીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન છેલ્લા દસ મહિનાથી મારામારીના ગુનામાં BNSS-72 મુજબ નાસતા ફરતા આરોપી સ્મિત ઋષિભાઈ નથવાણીની હિલચાલ અંગે બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે ઓલપાડ વિસ્તારમાં દરોડો પાડી આરોપી સ્મિત ઋષિભાઈ નથવાણી, રહે. અંબિકા ચોક, જુનાગઢને ઝડપી પાડ્યો હતો.આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેતો હતો, પરંતુ વરાછા પોલીસની સતર્ક કામગીરીના કારણે તેને કાયદાના હવાલે કરવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.