સુરત શહેરમાં પડેલા માત્ર 15 મિનિટના વરસાદના કારણે ઉધના વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. ઉધના બસ ડેપોથી સચિન હાઇવે તરફ જતાં માર્ગનો એક તરફનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આશરે 500 મીટર સુધી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક ધીમો પડી ગયો હતો.પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
15 મિનિટના વરસાદે ઉધના વિસ્તાર જળબંબાકાર....