ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જવાહરબાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા, પાલિકાના સભ્યો સહિતના આગેવાનો તથા નગરજનો હાજર રહ્યા હતા.યોગ ટ્રેનરો દ્વારા ઉપસ્થિત આગેવાનો અને યોગવીરોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને યોગવીરોએ વિવિધ યોગાસનો કરીને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી ...