23 વર્ષથી કોર્ટની આંટી ઘૂંટીમાં અટવાયેલા આરોપીનો આખરે આવ્યો નિર્દોષ છુટકારો.વર્ષ 2003 થી મારામારીના આરોપમાં કોર્ટના ધક્કા ખાતા ઈસમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. પારિવારિક ઝઘડામાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં સામે પક્ષ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. 23 વર્ષ સુધી કોર્ટમાં ધક્કા ખાઈ આરોપીએ આખરે જિલ્લા સેવા સત્તા મંડળનો કર્યો સંપર્ક. જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા આરોપીને તેમના તરફે એડવોકેટ વિશાલભાઈ નો સંપર્ક કરાવ્યો.આરોપી દ્વારા જિલ્લા સેવા સત્તા મંડળમાં આ કેસ બાબતે અરજી કર્યા બાદ માત્ર દોઢ મહિનામાં આરોપી ને કોર્ટે નિર્દોષ જાહેર કરી કેસમાંથી કર્યા મુક્ત.આરોપી વિરુદ્ધ તેમના પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો મારામારીનો કેસ.