સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના પ્રશ્નોને લઈને મોટું એલાન કર્યું છે. આગામી 27 જૂનના રોજ વઢવાણ તાલુકાના નગરા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ હજારથી વધુ ખેડૂતો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડો. કે.એમ. રાણા, લોકસભા પ્રમુખ રમેશ મેર અને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત મહાપંચાયત અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ અને પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા એ શું જણાવ્યું હતું તે સાભળીયે.....
27 જૂને નગરા ગામે ખેડૂત મહાપંચાયત, 5 હજારથી વધુ ખેડૂતો જોડાશે