વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંચમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે. પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતનો સંદેશ આપતા આ કાર્યક્રમને અનોખી રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેનારા કાર્યકરો સાયકલ, ઈ-વ્હિકલ અને પદયાત્રા મારફતે સ્થળે પહોંચશે.પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પર્યાવરણ જાળવણી અને ઇંધણ બચત અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં જોડાનારા કાર્યકરોને સાયકલ, ઈવી વાહનો તેમજ પદયાત્રા દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ધારાસભ્યો માટે પણ ઈ-વ્હિકલનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.કાર્યકરોને કાર્યક્રમ સ્થળે લાવવા માટે ઈવી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેકોર્ડ સ્તરે ભાગીદારી નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવશે.કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે. કાર્યક્રમને લઈને તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.