આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આજે સામાન્ય માણસના જીવનનો ભાગ બની ગઈ છે. પરંતુ AIની આ સફર એક દિવસમાં શરૂ થઈ નથી. 1997માં વિશ્વે પહેલી વખત AIની અસાધારણ શક્તિ જોઈ હતી, અને ત્યારથી લઈને ChatGPT સુધી AI સતત વિકાસના નવા શિખરો સર કરતી રહી છે.

વર્ષ 1997માં IBMના Deep Blue કમ્પ્યુટરે વિશ્વ ચેમ્પિયન ગેરી કાસ્પરોવને ચેસમાં હરાવી ઇતિહાસ રચ્યો હતો.આ ઘટનાએ સમગ્ર વિશ્વને બતાવ્યું કે મશીન માત્ર ગણતરી જ નહીં, પરંતુ વ્યૂહરચના પણ બનાવી શકે છે.ત્યારબાદ વર્ષ 2011માં IBM Watsonએ લોકપ્રિય ક્વિઝ શોમાં માનવ ચેમ્પિયન્સને હરાવી AIની બુદ્ધિમત્તાનો વધુ એક પરિચય કરાવ્યો હતો.વર્ષ 2016માં AlphaGoએ વિશ્વના શ્રેષ્ઠ Go ખેલાડીને હરાવી નવી સિદ્ધિ હાંસલ કરી હતી.Go જેવી જટિલ રમતને જીતવી AI માટે એક મોટું સીમાચિહ્ન માનવામાં આવ્યું હતું.અને પછી આવ્યો ChatGPTનો યુગ.ChatGPT અને અન્ય જનરેટિવ AI ટૂલ્સના આગમન બાદ AI સીધી સામાન્ય લોકો સુધી પહોંચી ગઈ.આજે AIનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, બિઝનેસ, મીડિયા, સંશોધન અને રોજિંદા જીવનના અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે.AI હવે માત્ર ભવિષ્યની ટેક્નોલોજી નથી, પરંતુ વર્તમાનની હકીકત બની ગઈ છે.