અમરેલીના ચક્કરગઢ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. ગોલાની લારી પર ત્રણ શખ્સોએ દારૂ પી આતંક મચાવ્યો હતો.અમરેલી ચક્કરગઢ રોડ પર ગોલાની લારી પર ત્રણ શખ્સોએ દારૂ પી આતંક મચાવ્યો હતો.શખ્સોએ કાચની બરણીઓ ફોડી નાખી અને બેફામ ગાળો બોલી હતી.ઘટનાને પગલે આશરે 300 લોકો એકઠા થયા હતા.બે શખ્સોને લોકોએ મેથીપાક આપ્યો, જ્યારે એક શખ્સ ફરાર થયો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી બે લુખ્ખા તત્વોને દબોચી લઈ શહેર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.પોલીસે ત્રીજા શખ્સને શોધવા કવાયત હાથ ધરી છે.