સુરત અમરોલી વિસ્તારમાં યુવકની હત્યાના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાના આરોપી રમેશ ઉર્ફે પાયલટ પારસીંગ ગરાસીયાને પોલીસે ઝડપી પાડ્યો છે.સુરતના અમરોલી વિસ્તારમાં ભગુનગર સોસાયટી નંબર-2 સામે આવેલા ઓવરબ્રિજ નીચે યુવકની હત્યાની ઘટના સામે આવી હતી.આ બનાવમાં મૃતકની ઓળખ હીરાલાલ ચંપા ગરાસીયા તરીકે થઈ હતી, જે મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના જીરાકોટ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસ દરમિયાન આરોપી રમેશ ઉર્ફે પાયલટ પારસીંગ ગરાસીયા એ કોઈ હથિયાર વડે મૃતકના માથા, પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે.આ ઘટના 15 મે 2026ના રોજ સવારે અંદાજે 11 વાગ્યાના સમયે બની હતી.આરોપી પણ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માંડલી ચોટી ગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.અમરોલી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલાની તપાસ J.B. વનાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
અમરોલી હત્યા કેસમાં આરોપી ઝડપાયો