કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અરાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન દેશની સુખાકારી, સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સામાજિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.