અંકલેશ્વર જીઆઇડીસીમાં  જલધારા ચોકડી ખાતે ફુલનો વેપાર કરતી મહિલાને વાતોમાં ભોળવી અજાણ્યા મહિલા અને પુરુષ સોનાના દાગીના સેરવી ફરાર થઇ જતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જલધારા સોસાયટીમાં રહેતા રંજનબેન નંદુભાઈ અધાવને જલધારા ચોકડી ખાતે ફુલનો વેપાર કરે છે.જેઓ પોતાની લારી ઉપર હતા તે દરમિયાન એક મહિલા અને પુરુષ આવ્યા હતા.જેઓએ દાગીના પવિત્ર કરવાના બહાને મહિલાને વાતોમાં ભોળવી સોનાના દાગીના મળી કુલ 63 હજારનો મુદ્દામાલ સેરવી ફરાર થઇ ગયા હતા.છેતરપીંડી અંગે રંજનબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી  વધુ  તપાસ હાથ ધરી છે.