ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. શહેરમાં આવેલા જર્જરિત મકાનોનો સર્વે પૂર્ણ કર્યા બાદ 40 જેટલા મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ત્રણ અતિ જોખમી ઇમારતોને ઉતારી લેવામાં આવી છે.અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.સર્વે દરમિયાન જોખમી હાલતમાં રહેલી આશરે 40 જેટલી મિલકતોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત મકાન માલિકોને જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી છે.નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ અતિ જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવી છે.ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે અને જોખમી મકાનો સામે જરૂરી પગલાં લઈ રહ્યું છે.