યુવા પેઢીમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત થાય તે હેતુથી શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ શ્રેણીના ભાગરૂપે અંકલેશ્વરના માનવ મંદિર સ્થિત હોલ ખાતે 75મા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.દિવસભર ચાલેલા કેમ્પ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવી લાગણી આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ ડોબરીયા, મયુર કોટડિયા, પ્રદીપ માલવીય, અલ્કેશ દુધાત, કાળુ કુંભાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.