અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચી નાકા પાસે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.દર વર્ષે 9 જૂનના રોજ આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આ દિવસ દેશની આઝાદી તેમજ જળ, જંગલ અને જમીનની રક્ષા માટે ભગવાન બિરસા મુંડાએ આપેલા સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે.ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચી નાકા ખાતે પ્રસ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત આગેવાનો, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, આદિવાસી સમાજ માટેના યોગદાન અને સ્વાતંત્ર્ય ચળવળમાં તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અંકલેશ્વરમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ...