ભરૂચ અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રેશ પટેલ, વિનય વસાવા, સુરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને ધ્યાનમાં રાખીને આશરે 20 જેટલા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની જરૂરિયાતમાં સહભાગી બનવાના હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.