અંકલેશ્વર જીઆઇડીસીમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા વાહનચાલકોને મોટી રાહત મળશે.અંકલેશ્વર જીઆઇડીસીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ નગર કાર્યરત થતાં ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ થશે.આ ટ્રાન્સપોર્ટ નગરમાં કુલ 510 જેટલા નાના અને મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત માલસામાનના સંગ્રહ માટે 13 મીટર ઊંચાઈ ધરાવતું 3125 ચોરસ મીટર વિસ્તારનું આધુનિક વેરહાઉસ પણ બનાવવામાં આવ્યું છે.અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં માલસામાનની હેરફેર કરતા વાહનચાલકો હવે એક જ સ્થળે વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકશે. વાહનચાલકોની સુવિધા માટે કેન્ટીન સહિતની જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ભારે વાહનોના પાર્કિંગની સમસ્યામાં રાહત મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની સાથે માલ પરિવહનની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.