અંકલેશ્વર જીઆઇડીસી માં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોર્મ દ્વારા વાંસળી વાયરા કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી અને હિન્દી કવિઓએ મૌલિક કૃતિઓથી વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાઅંકલેશ્વર જીઆઇડીસી માં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ, અંકલેશ્વર દ્વારા આયોજિત &lsquo;વરસાદી વાયરા&rsquo; કવિ સંમેલન સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયુ હતુ. કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખુ સાહિત્યિક વાતાવરણ સર્જ્યું હતુ. ઉપસ્થિત સાહિત્યરસિકોએ કાવ્યપઠનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ હતુ.આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા &lsquo;સર્જન&rsquo;નું વિધિવત્ વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ. પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્યિક કૃતિઓને સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ દેવાનંદ જાદવ ,હેમાક્ષી શાહ,ઊર્મિલ પંડ્યા,ભાવના શાહ,રાજેન્દ્ર મહેરા,સંજય પાંડે,,દક્ષા આહિર,મનીષા દુધાત,મધુ ગૌડ તેમજ પ્રકાશ લાડે રચનાઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આર. ડી. મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા.<br /> &nbsp;