અંકલેશ્વરમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીઆઈડીસીના નવ નિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીના નવ નિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ઔદ્યોગિક ક્ષેત્ર નિર્માણના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો હાજર રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવા માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી.આ પ્રસંગે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ પહેલની પણ જાહેરાત કરવામાં આવી હતી.અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કુલ 24 સ્થળોએ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહ માટે વિશેષ બોક્સ મૂકવામાં આવશે.જોગર્સ પાર્ક, કમલમ ગાર્ડન, માનવ મંદિર, જયાબહેન મોદી હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ આ બોક્સ સ્થાપિત કરવામાં આવશે.આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવાનો અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.આયોજકોના જણાવ્યા અનુસાર ઉદ્યોગો અને નાગરિકોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવી પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ આપવામાં આવશે.