અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વાત્રક જલાધાર યોજના હેઠળ આવેલા ડૂબખાતાના મગોડી પાટિયાથી ભુતા, ફોસરેલ, મગોડી, રંભોડા થઈ કાટકુવા સુધી જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ ઝાડ-ઝાંખરા અને જંગલી વનસ્પતિ વધી જતાં તેમજ કેટલાક સ્થળોએ થયેલા દબાણના કારણે માર્ગ ખૂબ જ સાંકડો બની ગયો છે. પરિણામે સામસામે આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે આ માર્ગ પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને વાહનચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે જલાધાર વિભાગ સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં રસ્તાની સફાઈ, પહોળીકરણ અને સમારકામ અંગે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલ લોકો રસ્તાના પ્રશ્ને તંત્ર પાસેથી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વાત્રક જલાધાર યોજના