અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા માં વિવિધ હોદ્દાઓ
:મોડાસા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.જાહેરાત મુજબ પ્રમુખ તરીકે જયશ્રીબેન અજીતકુમાર પટેલ ની વરણી કરવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે ગફુરભાઈ કરસનભાઈ રબારી ની પસંદગી કરવામાં આવી છે.સાથે જ કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ રેવાભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.પક્ષના નેતા તરીકે યાજ્ઞિકકુમાર દેવશંકર ભટ્ટ તેમજ દંડક તરીકે વિશાલભાઈ જશવંતભાઈ ભાવસાર ની વરણી કરવામાં આવી છે.નવી બોડીની જાહેરાત બાદ કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.હવે નવી ટીમ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લઈને કઈ દિશામાં કામગીરી કરે છે તેના પર લોકોની નજર મંડાયેલી છે.