અરવલ્લી જિલ્લામાં માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉભરાણ શૂલપાણેશ્વર ત્રણ રસ્તા નજીકથી સ્વિફ્ટ કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે ઉભરાણ શૂલપાણેશ્વર ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પોલીસની સરકારી ગાડીને ટક્કર મારી નાસવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ એલસીબીની ટીમે પીછો કરી તેને ઝડપી પાડી લીધો હતો.તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તેમજ સ્વિફ્ટ કાર સહિત કુલ અંદાજે રૂ. 8 લાખ 40 હજાર 550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલ એલસીબી દ્વારા આરોપીની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.