અરવલ્લી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના" અભિયાન અંતર્ગત પ્રગતિપથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના" થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોની શરૂઆત મોડાસા અને ધનસુરા તાલુકામાં પ્રગતિપથ યાત્રા દ્વારા કરવામાં આવી હતી. યાત્રા સમરસ કુમાર અને કન્યા છાત્રાલય સાગવા, બસ સ્ટેશન મોડાસા, સરકારી લાયબ્રેરી મોડાસા અને નવી શિણોલ ધનસુરા સુધી યોજાઈ હતી.યાત્રા દરમિયાન છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકોને આપવામાં આવી હતી.