અરવલ્લી જિલ્લામાં “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” કાર્યક્રમ અંતર્ગત પ્રગતિયાત્રાનો બીજો દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત પ્રગતિયાત્રાના બીજા દિવસે બાયડથી માલપુર સુધી વિવિધ સ્થળોએ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રગતિયાત્રા દીપેશ્વરી માતાના મંદિર, બાયડથી શરૂ થઈ નગર ઉદ્યાન, કુબેરેશ્વર મહાદેવ મંદિર, પટેલના મુવાડા સાઠબા થઈ વાત્રક જલાશય યોજના, પનાવાડા સુધી પહોંચી હતી.યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ જિલ્લાના વિકાસકાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.