અરવલ્લીના મોડાસામાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. પાલનપુર રોડ નજીક આવેલી શ્રીનાથજી હોટલને બિનઅધિકૃત બાંધકામના મુદ્દે નગરપાલિકા દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોડાસાના પાલનપુર રોડ નજીક આવેલી શ્રીનાથજી હોટલને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. હોટલના બિનઅધિકૃત બાંધકામ મુદ્દે યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો.વીડિયો વાયરલ થયા બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીનાથજી હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ મામલો લાંબા સમયથી રજૂઆતો અને સરકારી કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ જ કાર્યવાહી કેમ કરવામાં આવી તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.સોશિયલ મીડિયાની તાકાત કે પછી તંત્રની મોડી જાગૃતિ...? આ મુદ્દે હવે જનતા ખુલ્લેઆમ પ્રશ્નો પૂછી રહી છે.